સભાસદ માહિતી
* સભાસદ થવા માટે જરૂરી દસ્તાવેજો અંગે.
1. આધારકાર્ડ 2. પાનકાર્ડ 3. બેન્ક પાસબુક (દરેકની એકેક ઝેરોક્ષ અને ઓરીજનલ ખરાઈ માટે સાથે લાવવા.)
2. પાસપોર્ટ સાઇઝના ૨ ફોટા (તાજેતરના)
3. રૂ.૩૨૦૦/- ત્રણ હજાર બસો રોકડા (પાકી પહોચ અવશ્ય લેવી)
* સભાસદ થયા પછી લોન લેવાની જરુરીયાત જણાય ત્યારે.
1. સભ્ય થયાને ઓછામાં ઓછા ૬ માસનો સમય થયો હોવો જોઈએ.
2. લોન પર્શનલ અને અરજદારની આવક ઉપર આધારીત રહશે
3. લોન મંજૂર કરવાના અધિકાર બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીની મનસૂફી ઉપર રહેશે.
4. લોનની મર્યાદા રૂ.૫૦૦૦/- થી ૧૦૦૦૦૦૦/- સુધીની મહતમ મર્યાદા માં રહશે.
5. લોન લેનાર સભ્ય બે જામીન આપવાના રહશે. કોઈપણ સભ્ય ત્રણ લોન લેનારમાં જામીન થઈ શકશે. પરંતુ કોઈ કરજ ચડાત થશે તો ભરપાઈ ન થાય ત્યાં સુધી અન્યમાં જામીન થઈ શકશે નહીં.
* લોન ઉપરનો વ્યાજનો દર.
1. લોન ઉપર વ્યાજદર ૧૧.૫% લેખે જે તે માસની તા. ૧૦ સુધીમાં ભરેલ હપ્તાની રકમ અને ઘટતી બાકી બેલેન્સ ઉપર આકારવામાં આવે છે.
2. લોન ઉપરના વ્યાજ દરોમાં જરૂર જણાયે વખતો વખત ફેરફાર કરવાના અધિકાર બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીને છે.
* વધારાના શેર ધારણ કરવા અંગે.
1. કોઈપણ સભાસદની લોન મંજૂર થાય તે લોનની રકમના ૧૦% લેખે વધારાના શેર સભાસદે લેવાના રહેશે.
2. આ વધારાના શેરની રકમ સભાસદને નીચેના કારણો સર પરત મળી શકશે નહીં.
-> સભાસદે મેળવેલ લોન બાકી લહેણુ પૂરેપૂરું ભરપાઈ કરેલ ન હોય તો અને ભરપાઈ ન થાય ત્યાં સુધી.
-> સભાસદે અન્ય કોઈ સભ્યની લોનમાં લોન ભરપાઈ કરવાની જામીનગીરી સ્વીકારી હોય અને કરજ બાકી લહેણુ હોય ત્યાં સુધી.
* સભ્યપદ છોડવા અંગે.
નીચેનાં કારણોસર સભ્યપદ રદ થઈ શકશે નહીં.
1. સભ્ય થયાને ઓછામાં ઓછું એક વર્ષ પૂર્ણ ન કર્યું હોય તો.
2. પોતાના નામે મંડળીનું કોઈપણ પ્રકારનું બાકી લહેણુ રહેતું ન હોય તો.
3. અન્ય કોઈપણ લોન બાકીદારમાં જામીનગીરી આપેલ હોય અને તેનું કરજ પૂરેપૂરું ભરપાઈ થયેલ ન હોય તો.
4. લેખીતમાં રાજીનામની અરજી આપેલ હોય અને બોર્ડ ડિરેક્ટરશ્રીએ મંજૂર કરેલ ન હોય તો.
5. પુર્તતા થયે નાણા A/cPayee ચેકથી પરત મળશે.