શ્રી ઝાંસી લક્ષ્મીબાઈ મહિલા શરાફી સહકારી મંડળી લી. રાજકોટ.


સભાસદ ભેટ વર્ષ ૨૦૨૫-૨૬

(૧-૦૩-૨૦૨૬ થી શરૂ)


(૩૦-૦૯-૨૦૨૫ સુધી દાખલ સભાસદ)

About Us

શ્રી ઝાંસી લક્ષ્મીબાઈ મહિલા શરાફી સહકારી મંડળી લી.

સહકારને સાચા અર્થમાં સાકાર કરનાર એટલે તમારી પોતાની સંસ્થા 'શ્રી ઝાંસી લક્ષ્મીબાઈ મહિલા શરાફી સહકારી મંડળી લી.' આપ સૌના માટે નવી, નવી પારદર્શક યોજનાઓ.

વધુ માહિતી
11.5%

પર્સનલ લોન

પર્સનલ લોન ફક્ત મંડળીના સભાસદને પોતાની આવક અને બે સધ્ધર હૈયાતની જમીનગીરીએ મંડળીના બોર્ડ ઓફ ડીરેક્ટર્સે મંજૂર કર્યા મુજબ મળી શકશે.

9.0%

બાંધી મુદ્દત થાપણ

આ યોજનામાં કોઈપણ સભાસદ બહેન ઓછામાં ઓછા ૬ માસની મુદત માટે રોકાણ કરી શકશે, જેનું ૯% (વાર્ષિક) રહેશે અને તેની પાકી રસીદ આપવામાં આવશે.

6.5%

સેવિંગ્સ અકાઉંટ

કોઈપણ સભાસદ પોતાના નાણાકીય વ્યવહાર અંગે સવિંગ એકાઉન્ટ ખોલાવી શકશે.

6.5%

રિકરિંગ થાપણ યોજના

કોઈપણ વ્યક્તિ દર માસે નિયત રકમનું રોકાણ કરી શકશે અને એકથી વિશેષ ખાતા પણ ખોલાવી શકશે.

સભાસદ સંખ્યા

લોન લેનારની સંખ્યા

થાપણ ખાતેેદારની સંખ્યા

સેવિંગ્સ ખાતેદારની સંખ્યા

સેવાઓ

અમારી સેવાઓ નીચે મુજબ બતાવેલ છે.

શ્રી ઝાંસી ધનલક્ષ્મી (કરીયાવર ) 9.25 % દર ૬ માસ ચક્રવૃધ્ધિ વ્યાજ

  • રૂ.૫૦૦૦ /- થી ઓછી રકમ નું રોકાણ થઈ શકશે નહી તેમજ રૂ. ૫૦૦૦/- પ્છી રૂ. ૧૦૦૦/- ના ગુણાંક માં કોઈપણ રકમનું રોકાણ થઈ શકશે. 

  • એકવાર ૧૦ વર્ષ માટે રોકાણ કર્યા પછી આ રસીદ વટાવવાની જરૂર જણાય તો ૩ વર્ષ , ૬ વર્ષ ,૯ વર્ષ અને પાકતી મુદતે વટાવી નાણાં પરત મેળવી શકાશે .
    દર્શાવ્યા વર્ષમાં અને પાકતી મુદતે મળતી રકમ રસીદમાં દર્શાવેલ છે . ૧૦ વર્ષ મુદત પૂરી થયે વ્યાજ અકારવામાં આવશે  નહી . 

  • દા. ત. રૂ. ૫૦૦૦/- ના ૧૦ વર્ષે રૂ. ૧૨૩૫૦/-

શ્રી ઝાંસી પુત્રીરત્ન (કેળવણી ) 9% દર ૬ માસ ચક્રવૃધ્ધિ વ્યાજ

  • રૂ.૧૦૦૦૦ /- થી ઓછી રકમ નું રોકાણ થઈ શકશે નહી તેમજ રૂ.૧૦૦૦૦/- પ્છી રૂ. ૧૦૦૦/- ના ગુણાંક માં કોઈપણ રકમનું રોકાણ થઈ શકશે. 

  • એકવાર ૨૦  વર્ષ માટે રોકાણ કર્યા પછી આ રસીદ વટાવવાની જરૂર જણાય તો ૫ વર્ષ , ૧૦ વર્ષ ,૧૫ વર્ષ અને પાકતી મુદતે વટાવી નાણાં પરત મેળવી શકાશે .
    દર્શાવ્યા વર્ષમાં અને પાકતી મુદતે મળતી રકમ રસીદમાં દર્શાવેલ છે . ૨૦ વર્ષ મુદત પૂરી થયે વ્યાજ અકારવામાં આવશે  નહી . 

  • દા. ત. રૂ. ૧૦૦૦૦/- ના ૨૦ વર્ષે રૂ. ૫૮૧૬૦/-

શ્રી ઝાંસી વિરાંગના (ડબલ મની ) 9 % દર ૬ માસ ચક્રવૃધ્ધિ વ્યાજ

  • રૂ. ૨૦૦૦/- થી ઓછી રકમનું રોકાણ થઈ શકશે નહી, તેમજ રૂ. ૨૦૦૦/- પછી ૧૦૦૦/- ના ગુણાંક માં કોઈપણ રકમનું રોકાણ થઈ શકશે. 
  • એકવાર રોકાણ કર્યા પછી મુદત પહેલા આ રસીદ વટાવવાની થાય તો ૩% ઓછું કરી વ્યાજ ચુક્વવામાં આવશે નહી.  પાકતી મુદતે મુકેલ રકમ બમણી થશે, જે રસીદમાં દર્શાવેલ હશે. ૯૫ માસ પૂરા થયે વ્યાજ અકારવાં માં આવશે નહી. 
  • દા. ત. રૂ. ૨૦૦૦/- ના ૯૫ માસે રૂ. ૪૦૦૦/- થી વિશેષ (જે મૂક્યા તારીખથી ગણાશે.)

શ્રી ઝાંસી ધનવૃધ્ધિ (આશ્રય ) 9.25 % દર ૬ માસ ચક્રવૃધ્ધિ વ્યાજ

  • રૂ. ૨૦૦૦/- થી ઓછી રકમનું રોકાણ થઈ શકશે નહી. તેમજ રૂ. ૨૦૦૦/- પછી ૧૦૦૦/- ના ગુણાંકમાં કોઈપણ રકમનું રોકાણ થઈ શકશે. 
  • રોકાણ કર્યા પછી એક વર્ષ મુદત પહેલા આ રસીદ વટાવી શકાશે.
  • રોકાણ કર્યા પછી એક વર્ષ મુદત પહેલા આ રસીદ વટાવી શકશે નહી અને જરૂર જણાય તો ૪% વ્યાજ ઓછું અકારવામાં  આવશે. (જે મૂક્યા તારીખથી ગણાશે.) 

 

શ્રી ઝાંસી મંથલી આવક યોજના 9 %

આ યોજનામાં કોઈપણ સભાસદ બહેન ૧ વર્ષની મહતમ મર્યાદામાં રોકાણ કરી શકશે. જેની પાકી રસીદ આપવામાં આવશે. 

રૂ. ૫૦૦૦૦/- થી ઓછી રકમનું રોકાણ થઈ શકશે નહી , તેમજ રૂ. ૫૦૦૦૦/- પછી રૂ. ૫૦૦૦/- ના ગુણાંકમાં કોઈપણ રકમનું રોકાણ થઈ શકશે. 

વ્યાજની રકમ સભાસદના મંડળીના સેવિંગ એકાઉન્ટ માં આપોઆપ જમા થતાં રહેશે. 

મુદત પૂરી થયે પાકી રસીદ રજુ કરી નાણાં પરત  મળી શકશે અને મુદત પહેલા રસીદ વટાવશે તો ૫ % નો દર ઓછો અકારવામાં  આવશે. (જે  મૂક્યા તારીખથી ગણાશે )

 

શ્રી ઝાંસી ક્વાર્ટરલી આવક યોજના 9.10 %

આ યોજનામાં કોઈપણ સભાસદ બહેન ૧ વર્ષની મહતમ મર્યાદામાં રોકાણ કરી શકશે. જેની પાકી રસીદ આપવામાં આવશે. 

રૂ. ૫૦૦૦૦/- થી ઓછી રકમનું રોકાણ થઈ શકશે નહી , તેમજ રૂ. ૫૦૦૦૦/- પછી રૂ. ૫૦૦૦/- ના ગુણાંકમાં કોઈપણ રકમનું રોકાણ થઈ શકશે. 

વ્યાજની રકમ સભાસદના મંડળીના સેવિંગ એકાઉન્ટ માં આપોઆપ જમા થતાં રહેશે. 

મુદત પૂરી થયે પાકી રસીદ રજુ કરી નાણાં પરત  મળી શકશે અને મુદત પહેલા રસીદ વટાવશે તો ૫ % નો દર ઓછો અકારવામાં  આવશે. (જે  મૂક્યા તારીખથી ગણાશે )

 

પર્સનલ લોન

  • લોન ઉપર વ્યાજનો દર ૧૧.૫% ઘટતી બાકી બેલેન્સ ઉપર અકારવામાં આવશે. વ્યાજની ગણતરીતા. ૩૦ સપ્ટે. અને તા. ૩૧ માર્ચ રહેશે. વ્યાજ વખતો-વખત ફેરફારને આધીન રહશે.
  • લોનમાં માસિક હપ્તો દર હજારે રૂ. ૨૫ (પચીસ) અને ૫૨ (બાવન) માસની મુદત રહેશે. અનિયમિત ખાતેદારમાં મંડળી દંડાત્મક વ્યાજ અકારે છે. જેની નોંધ લેશો.
  • વ્યાજમાં ફેરફાર કરવાનો અધિકાર બોર્ડ ડિરેક્ટરશ્રીને રહેશે.

શ્રી બાંધી મુદ્દત થાપણ

  • આ યોજનામાં કોઈપણ સભાસદ બહેન ઓછામાં ઓછા ૬ માસની મુદત માટે રોકાણ કરી શકશે , જેની પાકી રસીદ આપવામાં આવશે. 

  • રૂ.૨૦૦૦ /- થી ઓછી રકમ નું રોકાણ થઈ શકશે નહી તેમજ રૂ. ૨૦૦૦/- પછી રૂ. ૧૦૦૦/- ના ગુણાંક માં કોઈપણ રકમનું રોકાણ થઈ શકશે.

  • દા. ત. રૂ. ૨૦૦૦/- ના ૬ માસે રૂ. ૨૦૯૦/-

રીકરીંગ યોજના

કોઈપણ વ્યક્તિ દર માસે નિયત રકમનું રોકાણ કરી શકશે અને એકથી વિશેષ ખાતા પણ ખોલાવી શકશે.

પેન્શન યોજના

આ યોજના ફક્ત સંસ્થાના સભાસદો માટે જ છે.

 

સંપર્ક

વધુ માહિતી માટે અમારી સાથે આજે જ તમારી સંપર્ક કરો .

સરનામું (હેડ ઓફિસ)

"ઝાંસી", 3 રામકૃષ્ણનગર (વેસ્ટ),

રેલ્વે ટ્રેકની સામે,

હેમુ ગઢવી હોલ પાસે,

વિરાણી સ્કૂલની પાછળ, રાજકોટ

મોબાઈલ નંબર

+૯૧ ૭૪૮૬૯ ૦૫૪૦૪

+૯૧ ૯૨૬૫૩ ૧૨૩૫૧

ઈ-મેઈલ એડ્રૈસ

jhansimahilamandali5215@gmail.com

કાર્યાલય સમય

સોમવાર - શનિવાર

સવારે ૧૧:૦૦ થી સાંજે ૬:૦૦

મહિનાનો છેલ્લો શનિવાર રજા